Home> India
Advertisement
Prev
Next

ઉદ્ધવ ઠાકરે અયોધ્યામાં નવાજુની કરવાના મૂડમાં, રામલલાના મંદિર વિશે કરી શકે છે એલાન 

મહારાષ્ટ્રમાં સરકારના 100 દિવસ પૂરા થવા પ્રસંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે પરિવાર સાથે રામની નગરી અયોધ્યા આવી રામ જન્મભૂમિ અને હનુમાનગઢીના દર્શન કરશે.

ઉદ્ધવ ઠાકરે અયોધ્યામાં નવાજુની કરવાના મૂડમાં, રામલલાના મંદિર વિશે કરી શકે છે એલાન 

અયોધ્યા : મહારાષ્ટ્રમાં સરકારના 100 દિવસ પૂરા થવા પ્રસંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે પરિવાર સાથે રામની નગરી અયોધ્યા આવી રામ જન્મભૂમિ અને હનુમાનગઢીના દર્શન કરશે. ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને NCPના સમર્થનથી સરકારની રચના કરી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ અયોધ્યાની ત્રીજી વખત મુલાકાત લઈ રહ્યા છે. લોકસભા ચુંટણી અગાઉ અને બાદમાં ઉદ્ધવે અયોધ્યા પ્રવાસ કરી રામલલાના દર્શન કર્યા હતા. તેમના હાલના સમગ્ર કાર્યક્રમની જાણકારી શિવસેનાના ટોચના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરીને આપી છે. ચર્ચા છે કે મુખ્યમંત્રી રામલલાના મંદિર વિશે મોટું એલાન કરી શકે છે. 

fallbacks

જો સ્માર્ટફોન વાપરી રહ્યા છો તો સાવધાન ! 1 અબજથી વધારે Android સ્માર્ટફોન પર હૈકિંગનો ખતરો !

ઉદ્ધવ ઠાકરેના આ પ્રવાસનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે તે ઘણા સ્વાગત કરી રહ્યા છે. રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નિત્ય ગોપાલ દાસએ ઉદ્ધવ ઠાકરેનું અયોધ્યામાં સ્વાગત કર્યું પરંતુ હિંદુ મહાસભા અને કેટલાક સાધુ સંતોએ ઉદ્ધવ ઠાકરેનો અયોધ્યા નગરીમાં વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. હનુમાનગઢીના મહંત રાજૂ દાસના મુજબ મુખ્યમંત્રી એક શ્રદ્ધાળુ તરીકે અયોધ્યા આવે છે તો તેમનું સ્વાગત છે પરંતુ રામના નામે રાજકારણ થશે તો તેમનો વિરોધ થશે.

કોરોના વાયરસને PM મોદીએ ગણાવ્યો મોટો પડકાર, કહ્યું દરેક યુગમાં આવે છે પડકાર

નોંધનીય છે કે આ મુલાકાત વખતે ઉદ્ધવ ઠાકરે સાથે દીકરો આદિત્ય અને પત્ની સ્મિતા ઠાકરે પણ હાજર રહેશે. આ સિવાય મંત્રીમંડળ અને સાંસદ પણ અયોધ્યા પહોંચી રહ્યા છે. તેમનો સરયુ આરતી અને જનસભાનો કાર્યક્રમ હતો પણ કોરોના વાઈરસને લઈ ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયની એડવાઈઝરી બાદ ભીડ એકત્રિત કરવાના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More